એસિડ એટેકની ધમકી મામલે ઝુબેર પઠાણનો પોલીસે માર માર્યાનો આક્ષેપ, સયાજી હોસ્પિટલમાં દાખલ

  • 5 years ago
વડોદરા: વડોદરા શહેરની એમએસ યુનિવર્સિટીની વીસી સલોની મિશ્રા સહિત વિદ્યાર્થનીઓ ઉપર એસિડ એટક કરવાના ગુનામાં ધરપકડ કરાયા બાદ અટકાયત કરાયેલા પઠાણ ગૃપના ઝુબેર પઠાણ અને તેના સાગરીતોને આજે નર્મદા ભુવન ખાતે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા જ્યાં ઝુબેર પઠાણ એકાએક ઢળી પડતા તેના મિત્રો તેણે 108 એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલમાં લઇ આવ્યા હતા ઝુબેર પઠાણની તબિયત લથડી હોવાની જાણ તેના મિત્ર વર્તુળને થતાં લોકોના ટોળેટોળા હોસ્પિટલમાં ઉમટી પડ્યા હતા આ સાથે પોલીસ કાફલો પણ હોસ્પિટલમાં ધસી આવ્યો હતો સયાજી હોસ્પિટલમાં મુસ્લિમ યુવાનોના ટોળા અને પોલીસ કાફલો ઉતરી પડતાં ઉત્તેજના વ્યાપી ગઇ હતી

Recommended